ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 13, 2024 7:42 પી એમ(PM)

printer

તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા દરમિયાન રાજ્યવ્યાપી દરોડામાં સાડા ચાર કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે

તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા દરમિયાન રાજ્યવ્યાપી દરોડામાં સાડા ચાર કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ સહિતની જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ નમુના સહિત કુલ 5 હજાર 486 નમુનાઓ લેવામાં આવ્યા જયારે બે હજાર 423 ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા છે. આ દરમ્યાન ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન 640થી વધુ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, મહેસાણા અને પાટણ ખાતેથી એક કરોડ 39 લાખની કિંમતનો 45.5 ટન શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં
આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકનાં બુડાસણ ખાતે એક પેઢી પર દરોડો પાડીને સવા કરોડ રૂપિયાનો 43 હજાર 100 કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત પાટણનાં એક એકમમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થતું હોવાની માહિતીને પગલે તપાસ કરતા લેબલ વગરનાં ઘી નો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી આશરે 14 લાખ 30 હજાર રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  
 જામનગર મહાનગરપાલિકાની અન્ન શાખા દ્વારા દૂધની બનાવટો, બેકરી પ્રોડક્ટસની દુકાનો તેમજ ઉત્પાદન કેન્દ્રો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 90 કિલો અખાદ્ય જથ્થો અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફટી ઇન્સ્પેકટર એન.પી. જાસરોલીયાએ જણાવ્યું હતું કે, આ તપાસ 17 ઓક્ટોબર સુધી ચાલુ

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ