તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સામે ચેંડા કરનારા તત્વો સામે રાજ્યના ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા વ્યાપક તપાસ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના ચાંગોદર પાસે ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા પાડવામા આવેલા દરોડામાં 410 જેટલા ભેલસેળ યુક્ત ઘીના ડબ્બા અને પેક કરેલા ઘીના પાઉચ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
રાજ્યભરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ જુદાજુદા જિલ્લાઓમાં કામગીરી કરી રહી છે જેમાં તેલ, ઘી, મસાલાઓ, મીઠાઈ અને માવો બનાવનારા વેપારીઓ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે ફાફડા જલેબી ના વિક્રેતા પર નજર રાખવામાં આવી રહી છે. તેમ રાજ્યના માહિતી ખોરાક અને ઔષધનિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ આપી હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2024 8:52 એ એમ (AM) | ભેળસેળ યુક્ત ખાદ્યચીજો