તરણેતર ખાતે લોકમેળામાં 6થી 8 સપ્ટેમ્બર દરમ્યાન “19મી ગ્રામીણ ઓલિમ્પિક”નું આયોજન કરાશે. રમત-ગમત યુવા અનેસાંસ્કૃતિક પ્રવૃતિઓ નો વિભાગ ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, -સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષ 2024-25માં પ્રથમ દિવસે 16 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 800 મીટર દોડ અને લાંબીકુદની રમતો યોજાશે.જયારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટુંકીદોડ, લાંબી દોડ, ગોળાફેંક, લંગડીની સ્પર્ધા યોજાશે. બીજા દિવસે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે નારીયેળ ફેંક, માટલા દોડ વોલીબોલ અને કબડ્ડી માટેનીસ્પર્ધા યોજાશે. ત્રીજા દિવસે 16વર્ષસુધીના બહેનો માટે દોરડાકુદ તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી,અને રસ્સાખેંચની સ્પર્ધા યોજાશે. જુદી-જુદીસ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રમતવીરો 27 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. સ્પર્ધાઓમાં ભાગ લેવા એન્ટ્રીફોર્મ જિલ્લા રમતવિકાસ અધિકારી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પીનીંગ મીલ સામે, લીંબડી ,સુરેન્દ્રનગર ખાતેથી મેળવી લેવાનાં રહેશે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:16 પી એમ(PM)