ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 2:13 પી એમ(PM)

printer

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં, હ્યુમન  મેટાપ્યુમોવાયરસ – HMPV ના બે અને ગુજરાત માં એક કેસ નોંધાયો છે

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં, હ્યુમન  મેટાપ્યુમોવાયરસ – HMPV ના બે અને ગુજરાત માં એક કેસ નોંધાયો છે. મહારાષ્ટ્રના નાગપુરમાં કેસ સાત વર્ષના અને 13 વર્ષના બાળકને આ વાયરસ નો ચેપ લાગ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું છે કે HMPV થી લોકો માટે ચિંતાનું કોઈ કારણ નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન, આરોગ્ય સચિવે ભારતમાં શ્વસન રોગોની વર્તમાન સ્થિતિ અને તેમના સંચાલન માટે જાહેર આરોગ્યના પગલાં તેમજ HMPV કેસોની સ્થિતિની સમીક્ષા કરી.સચિવે રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ પર
દેખરેખ મજબૂત કરવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે, શ્વસન સંબંધી રોગોમાં વધારો સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં જોવા મળે છે. રાજ્યોને માહિતી,શિક્ષણ અને સંદેશાવ્યવહાર તેમજ વાયરસના ફેલાવાને રોકવા અંગે લોકોમાં જાગૃતિ વધારવાની પણ સલાહ આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ