તમિલનાડુમાં હ્યુમન મૈટાન્યૂમો વાયરસના બે કેસ નોંધાયા છે. એક કેસ ચેન્નાઈનો અને એક સાલેમનો છે. રાજ્ય સરકારે કહ્યું છે કે આ કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ વર્ષ 2001માં જ થઈ હતી. આ ચેપ તેની જાતે જ ઠીક થઈ જશે અને તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. જે બે વ્યક્તિઓમાં ચેપ જોવા મળ્યો છે તેમની સ્થિતિ સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અન્ય કોઈપણ શ્વસન ચેપની જેમ, ખાંસી અને છીંકતી વખતે નાક અને મોં ઢાંકવું, માસ્ક પહેરવું અને આ ચેપથી બચવા માટે નિયમિતપણે હાથ ધોવા ફરજિયાત છે.
ગુજરાતનમાં પણ મેટાન્યુમો વાઈરસ HMPV નો એક પોઝિટીવ કેસ નોંધાયો છે. રાજસ્થાનનાં ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા બે મહિનાનાં બાળકનું HMPV સેમ્પલ પોઝીટીવ આવ્યું છે. હાલ આ બાળક સારવાર હેઠળ છે. તેની સ્થિતી સંપૂર્ણપણે સ્થિર હોવાનું રાજ્ય સરકારનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 9:59 એ એમ (AM) | હ્યુમન મૈટાન્યૂમો વાયરસ