ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2024 8:09 પી એમ(PM)

printer

તમામ એરપોર્ટ પર એરલાઇન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું : નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે, તમામ એરપોર્ટ પર એરલાઇન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે ગઈકાલે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી.

એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે, વિક્ષેપોને કારણે બેકલોગ છે અને તે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર એરપોર્ટ પરની કામગીરી પર સતત દેખરેખ રાખી રહી છે.. એરલાઈન્સ સાથે પણ સતત સંપર્કમાં છે જેને કારણે મુસાફરોનુ કોઇ સમસ્યા ન સર્જાય અને તેમને રિફન્ડ સમયસર મળી રહે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ