તબીબોએ આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જૂ છે. આજે રાષ્ટ્રીય તબીબ દિવસે તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આમ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ રાજ્યના વિવિધ સરકારી હૉસ્પિટલમાં કાર્યરત્ તબીબો સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંવાદ કરીને હૉસ્પિટલના સંચાલનમાં જરૂરી કામગીરી, વ્યવસ્થા અને સમસ્યાઓને લગતી રજૂઆતો સાંભળી હતી.
આ સંવાદ દરમિયાન શ્રી પટેલે ભુજ તાલુકાની સરહદ પર આવેલા ખાવડામાં આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ વર્મા સાથે ચર્ચા કરીને એક વર્ષમાં અંદાજે એક હજાર 500 જેટલી સફળ પ્રસુતી કરીને એક પણ માતાના મૃત્યુ ન થવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન આરોગ્ય મંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં ગુણવત્તાની દ્રષ્ટિએ પ્રથમ જાહેર આરોગ્ય કેન્દ્ર બનવા બદલ આરોગ્ય અધિકારી ડૉ. યોગેશ પ્રજાપતિ સહિત રૈયા જાહેર આરોગ્ય કેન્દ્રની ટીમને અભિનંદન પાઠવ્યા હતા
Site Admin | જુલાઇ 1, 2024 7:40 પી એમ(PM) | રાષ્ટ્રીય તબીબ દિવસ