ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 5, 2024 10:27 એ એમ (AM) | Gujarat | shravanmass

printer

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના અને આરાધનાનું પર્વ આજથી તમામ શિવભકતો શિવમંદિરમાં જઇ જળાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષક સહિત પૂજા-અર્ચના કરી શિવભક્તિ કરશે. રાજયભરના મંદિરોનાં શિવકૃપા, લઘુરૂદ્ર, હવન સહિતના ધાર્મિક – કાર્યક્રમોનું આયોજન કરાશે મોટી સંખ્યામાં શિવભકતો સવારથી જ મંદિરોમાં જઇ શિવમય થઇ રહ્યા છે.
આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવારનો અનોખો સંયોગ સર્જાયો છે. શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણા કરવાનું પણ વિશેષ મહત્વ છે.
સોમનાથ ખાતે શ્રાવણ મહોત્સવ કાર્યક્રમ 2024ને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ભકતો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે સોમવાર અને અમાસના દિવસોએ સોમનાથ મંદિર અને અહલ્યાબાઈ મંદિરના દ્વાર સવારે 4 વાગે ખોલવામાં આવશે.
ભાવનગર શહેર અને જિલ્લાના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભકતો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં દરરોજ મહાઆરતી, પૂજન-અર્ચન, જળાભિષેક, લઘુરૂદ્ર, ભજન-કિર્તન, સત્સંગ, સંતવાણી, લોકડાયરો સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શિવાલયોને રંગબેરંગી ધજા, તોરણ અને રોશનીથી શણગારાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ