ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ 26મીના રોજ સમુદ્રમાં આવેલા તોફાનને કારણે ડૂબી ગયું હતું.
ડૂબી ગયેલા જહાજના ક્રુ સભ્યો દ્વારા દરિયામાં અન્ય જહાજોમાં આશરો લીધો હતો. આ તમામને બચાવીને કોસ્ટ ગાર્ડ ગુજરાતના પોરબંદર હાર્બર ખાતે લવાયા હતા.
Site Admin | ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | India | Indian Coast Guard | news | newsupdate | topnews | ગુજરાત | તટ રક્ષક દળ | ભારત