ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 2:32 પી એમ(PM)

printer

ડો. ભાગવત આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 99માં સ્થાપના દિવસના અવસર પર નાગપુરમાં વિજયાદશમીના મુખ્ય સમારોહને સંબોધિત કરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવતે મહિલાઓ પર થતા અત્યાચારો પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં શરમજનક અને અપમાનજનક ઘટના ગુના અને રાજકારણ વચ્ચેની સાંઠગાંઠનું પરિણામ છે. ડો. ભાગવત આજે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 99માં સ્થાપના દિવસના અવસર પર નાગપુરમાં વિજયાદશમીના મુખ્ય સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે શૈક્ષણિક સંસ્થાઓમાંથી સાંસ્કૃતિક મૂલ્યો કેળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
બંધારણના મહત્વને રેખાંકિત કરતાં ડૉ. ભાગવતે જણાવ્યું હતું કે, બંધારણની પ્રસ્તાવના, સિદ્ધાંતો, મૂળભૂત ફરજો અને અધિકારો વિશેની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ. વિજયાદશમીના શુભ અવસર પર આરએસએસના વડાએ શાસ્ત્ર પૂજા પણ કરી હતી. આ પ્રસંગે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ચીફ ડૉ. રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડો. રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે, ટેકનોલોજીએ ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન લાવ્યું છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતને વાઇબ્રન્ટ જ્ઞાન અર્થતંત્રમાં પરિવર્તિત કરશે. આ પ્રસંગે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ