ઓડિશાના નવનિયુક્ત રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ આજે સવારે ભુવનેશ્વરના રાજભવનમાં શપથ લીધા છે.ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચારધારી શરણ સિંહે રાજ્યના 27મા રાજ્યપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, નાયબ મુખ્યમંત્રીઓ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજ્યના મંત્રીઓ, વિપક્ષના નેતા નવીન પટનાયક સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.ગયા મહિનાની 27મી તારીખે રઘુબર દાસના રાજીનામા બાદ ડો.કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આ પહેલા તેઓ મિઝોરમના ગવર્નર રહી ચૂક્યા છે.દરમિયાન,પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ પણ આજે મણિપુરના રાજ્યપાલ તરીકે શપથ લીધા છે.મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કીષ્ણાકુમારે તેમને શપથ લેવડાવ્યા હતા.ભલ્લા લક્ષ્મણ પ્રસાદ આચાર્યનું સ્થાન લેશે છે.ભલ્લા એ ઓગસ્ટ 2024 સુધી લગભગ પાંચ વર્ષ ભારતના ગૃહ સચિવ તરીકે સેવા આપી હતી
Site Admin | જાન્યુઆરી 3, 2025 2:22 પી એમ(PM) | શપથ ગ્રહણ