ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 20, 2025 8:03 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પ

printer

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્ર પ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. વોશિંગ્ટન ડીસીમાં મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ્સની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.આ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂથશે. સત્તા હસ્તાંતરણના ભાગ રૂપે ટ્રમ્પ તેમનું ઉદ્ઘાટન ભાષણ આપશે.શપથ ગ્રહણ પહેલા ગઇકાલે વોશિંગ્ટન ડીસીમાં સમર્થકોને સંબોધિત કર્યા હતા.વિદેશમંત્રી એસ જયશંકર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ સમારોહમાં અનેકદેશોનાં વડાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટોચનાં ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યુંછે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને નીતા અંબાણી, ટેસ્લાના ઇલોન મસ્ક, એમેઝોનના જેફ બેઝોસ, મેટાના માર્ક ઝકરબર્ગ, એપલના ટીમ કુક અને ઓપન એઆઇના સેમ ઓલ્ટમેનનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ