અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકાના લોકોની સેવા કરી શકે તેવી સરકારબનાવવા તેઓ વચનબદ્ધ છે.ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ માટે સત્તાવાર રીતે ઉમેદવારીનો સ્વીકાર કરતાવિસ્કોન્સિનના રિપબ્લિકન નેશનલ કન્વેક્શન સેન્ટર ખાતે બોલી રહ્યા હતા. ઉલ્લેખનીયછે કે આ વર્ષના નવેમ્બર માસમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાનીછે.
Site Admin | જુલાઇ 19, 2024 8:15 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પ