અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાના ગુઆન્ટાનામો ખાડીમાં યુએસ નેવી બેઝ પર 30 હજાર બેડનું સ્થળાંતર અટકાયત કેદ્ર બનાવવાની જાહેરાત કરી છે. આ નવું કેન્દ્ર હાલની ઉચ્ચ-સુરક્ષા જેલથી અલગ હશે અને તેમાં ગેરકાયદેસર વિદેશીઓને રાખવામાં આવશે..
ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા સંચાલિત આ સુવિધા, હાલની જગ્યાનું વિસ્તરણ કરશે અને દરિયામાં રોકાયેલા સ્થળાંતર કરનારાઓને રાખી શકશે.
દરમિયાન, ક્યુબાની સરકારે આ પગલાની નિંદા કરી છે, તેને ગેરકાયદેસર અને અમાનવીય ગણાવ્યું છે. ગ્વાન્ટાનામો ખાડી લાંબા સમયથી વિવાદાસ્પદ રહી છે, ભૂતકાળમાં અટકાયતીઓ સાથે દુર્વ્યવહારના આરોપો પણ લગાવવામાં આવી રહ્યાં છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:25 એ એમ (AM)
ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાના ગુઆન્ટાનામો ખાડીમાં યુએસ નેવી બેઝ પર 30 હજાર બેડનું સ્થળાંતર અટકાયત કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી
