ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 28, 2024 2:11 પી એમ(PM) | Manmohan Singh | PM Modi | pm video message

printer

ડૉ.મનમોહન સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘના અવસાનથી દેશ ઘણો દુઃખી છે. ડૉ. સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ છે કે, કેવી રીતે લોકો સંઘર્ષથી ઉપર ઉઠી શકે છે અને વધુ ઉંચાઈઓ હાંસલ કરી શકે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ડૉ. મનમોહન સિંઘના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે તેમની યાદમાં શોક ઠરાવ પસાર કર્યો હતો અને 2 મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી, NCP નેતા પ્રફુલ્લ પટેલ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ