પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અબ્લનીઝે અમેરિકાના વિલમિંગ્ટન ખાતે છઠ્ઠા ક્વાડ એટલે કે, ચતુર્ભુજ સુરક્ષા સંવાદના નેતાઓના શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી હતી. મે 2022 બાદથી આ તેમની નવમી મુલાકાત હતી.
બંને નેતાએ રાજકીય અને વ્યૂહાત્મક, સંરક્ષણ અને સલામતી, વેપાર અને રોકાણ, શિક્ષણ અને સંશોધન, આબોહવા પરિવર્તન અને નવીકરણ ઊર્જા જેવા ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. બંને પ્રધાનમંત્રીએ પરસ્પર હિતના સ્થાનિક અનેવૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે સ્વીકાર્યું કે, ઉચ્ચ સ્તરીય સંપર્કોની આવર્તનથી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત વેગ મળ્યો છે.
બંને નેતાએ બહુપક્ષીય ક્ષેત્રે સહયોગને મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો હતો. તેમજ ભારત—ઑસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુને વધુ ઊંચાઈ પર લઈ જવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દરમ્યાન, પ્રધાનમંત્રી ન્યુયોર્ક પહોંચ્યા હતા જયાં તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે. અને ટોચની ટેક કંપનીઓના અધિકારીઓને પણ મળશે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)
ડેલાવેરમાં ક્વાડ સંમેલન દરમિયાન ઑસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ન્યુયોર્ક પહોંચ્યા
