ડેન્માર્ક ઓપન બેડમિન્ટનમાં, બે વારના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આજે બપોર પછી ઇન્ડોનેશિયાના વિશ્વમા આઠમાં ક્રમાંકિત જ્યોર્જિયા મારિસ્કાનો સામનો કરશે.ભારતીય સમય પ્રમાણે બપોરે 4-10 કલાકે મેચ શરૂ થશે.સિંધુએ ગઈ કાલે 16મા રાઉન્ડમાં ચીનનાં હાન યુને 18-21, 21-12, 21-16 થી હરાવ્યા હતા. સિંધુ આ ટુર્નામેન્ટમાં એક માત્ર ભારતીય સ્પર્ધક બચ્યા છે, બાકીનાં તમામ
ભારતીય ખેલાડીઓ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં જ હારી ચૂક્યા છે.છેલ્લે સિંધુ અને જ્યોર્જિયાનો મુકાબલો 2023ની ફ્રેન્ચ ઓપનમાં થયો હતો, જેમાં સિંધુનો વિજય થયો હતો.
Site Admin | ઓક્ટોબર 18, 2024 4:13 પી એમ(PM)