ડુંગળી અને બટાટાના ભાવ વધારાને લઈને વિપક્ષીદળોના સંસદ સભ્યોએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર બાંહેધરી આપવાની પણ માગણી કરી હતી.
શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન,RJD સાંસદ મનોજ કુમાર ઝા, કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી અને NCP (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સુલે સહિત અન્ય લોકોએ વિરોધમાં ભાગ લીધો હતો.
Site Admin | ઓગસ્ટ 8, 2024 2:18 પી એમ(PM) | સંસદ