ડિસેમ્બર 2023ની સરખામણીમાં ગયા મહિને વસ્તુ અને સેવા કર – GST કલેક્શન 7.3 ટકા વધીને 1 લાખ 76 હજાર કરોડથી વધુ થયુ છે. ડિસેમ્બર 2023માં કુલ GST આવક 1 લાખ 64 હજાર કરોડ રૂપિયા હતી. ડિસેમ્બરમાં કેન્દ્રીય GST કલેક્શન 32 હજાર 836 કરોડ અને રાજ્ય GST કલેક્શન 40 હજાર 499 કરોડ હતું. એકીકૃત IGST કલેક્શન 47 હજાર 783 કરોડ અને GST સેસ 11 હજાર 471 કરોડ છે. ગયા વર્ષે નવેમ્બરમાં કુલ GST કલેક્શન 8.5 ટકા વધીને 1 લાખ 82 હજાર કરોડથી વધુ થયું હતું.
Site Admin | જાન્યુઆરી 1, 2025 6:51 પી એમ(PM) | GST