ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ લોકશાહી માટે મોટો પડકાર છે. તેમણે જણાવ્યુંહતું કે, 2014 બાદ દેશમાં નક્સલવાદી ઘટનાઓમાં 53 ટકાનો ઘટાડો થયો છે. છત્તીસગઢની રાજધાનીરાયપુરમાં આજે દેશનાં નક્સલ અસરગ્રસ્ત રાજ્યોની આંતરરાજ્ય સમન્વય સમિતિની બેઠક બાદપત્રકાર પરિષદમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. બેઠક દરમિયાન, ગૃહમંત્રીએ ઉગ્રવાદથીઅસરગ્રસ્ત વિસ્તારોમાં સલામતી અને વિકાસ સંબંધિત મુદ્દાઓ અને કાર્ય યોજનાઓની સમીક્ષાકરી હતી. બેઠકમાં છત્તીસગઢનામુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને છત્તીસગઢનામુખ્યમંત્રી વિજય શર્મા પણ હાજર હતા.આ બેઠકમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્રનામુખ્ય સચિવ અને પોલિસ મહાનિદેશકો ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારીઓપણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:56 પી એમ(PM)
ડાબેરી ઉગ્રવાદ દેશની લોકશાહી માટે મોટો પડકાર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
