ડાંગ જિલ્લાના સુબિર તાલુકા ખાતે નીતિ આયોગના ત્રિ-માસિક “સંપૂર્ણતા અભિયાન”નું સમાપન થયું છે. આ ત્રણ મહિના દરમિયાન તમામ વિભાગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે 3, પોષણ ક્ષેત્રના એક, ખેતીવાડીના એક, જિલ્લા ગ્રામવિકાસ સંસ્થાના એક મળી કુલ 6 સૂચકને સેચ્યુરેશન લેવલ એટલે કે, સંતૃપ્તિ સ્તર સુધી લાવવા આપેલા લક્ષ્યાંકો પૂર્ણ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, “સંપૂર્ણતા અભિયાન”ના સમાપનના ભાગરૂપે મહાત્વાકાંક્ષી તાલુકા સુબીર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં આ અભિયાન દરમિયાન થયેલી કામગીરીનો ચિતાર રજૂ કરી, શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને પ્રોત્સાહિત કરી તેમને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.