ડાંગ જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ ઊડાન–2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લાભાર્થીઓમાં પોષણ અંગે જાગૃતતા લાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉડાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર ઘટકના વિવિધ સ્થળોએ પોષણ ઉડાનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કિશોરીઓને પોષણયુક્ત તલના લાડુ વિતરણ કરવામાં આવ્યા હતા. પોષણ ઉડાન ૨૦૨૫ અંતર્ગત પતંગ પર પોષણ સૂત્રો લખીને લોકોમાં પોષણ અંગે જાગૃતતા ફેલાવામાં આવી હતી.