ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 7:18 પી એમ(PM) | ડાંગ

printer

‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાને લઈ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તૈયારીઓ આરંભી દીધી

ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાને લઈ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તૈયારીઓ આરંભી દીધી છે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ‘ડાંગ દરબાર’ આયોજન અંગેની અગત્યની બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર મેહુલ ખાંટે, સૌ સમિતિ સભ્યોને તેમની કામગીરીથી માહિતગાર કર્યા હતા. આહવા ખાતે યોજનારા ડાંગ દરબારમાં કાર્યક્રમ સંબંધિત આનુશાંગિક વ્યવસ્થાઓ બાબતે રચાયેલી જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓને, તેમની કામગીરીથી અવગત કરાવતા જિલ્લા કલેક્ટર રાજ સુથારે આ લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવાની અપીલ કરી હતી. કલેક્ટરે મેળાના ઉદ્ઘાટન સમારોહ, શોભાયાત્રા, રાત્રિ દરમિયાન આયોજિત સાંસ્ક્રુતિક કાર્યક્રમો, મેળાના પ્લોટ, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, આરોગ્ય અને ડિઝાસ્ટર સંબંધિત કામગીરી, સ્વછતા અને સેનિટેશન સહિતના મુદ્દાની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ