ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત “SKOCH” (Gold) એવોર્ડથી સન્માનિત કરાયા. ડાંગથી અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે,ડાંગ જિલ્લાની SheTeamના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે, જિલ્લામાં લાંબા સમયથી ચાલી આવતી ‘ડાકણ પ્રથા’ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ ‘પ્રોજેક્ટ દેવી’ને રાષ્ટ્રીય કક્ષાના “SKOCH” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
Site Admin | જુલાઇ 14, 2024 7:52 પી એમ(PM)
ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત “SKOCH” (Gold) એવોર્ડથી સન્માનિત કરાયા
