ડાંગ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી દ્વારા વાતાવરણ બદલાતા ડાંગર પાકની કાળજી અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. વાતાવરણ બદલાતા ડાંગર પાકમાં જીવાતોનો ઉપદ્રવ થતાં ખેડૂતોને જીવાત નિયંત્રણ માટે નીમ ઓઈલ 1 હજાર 500 પીપીએમ, 5 એમએલ કરતા વધારે પ્રતિ લીટર પાણીમાં ભેળવી પાક પર છંટકાવ કરવા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ નીમાસ્ત્ર પ્રતિ એકર 200 લીટર માત્રામાં ઉપયોગ કરવા અંગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:16 પી એમ(PM)