ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ડાંગ ધારાસભ્ય તેમજ વિધાનસભાના દંડક વિજય પટેલે ખેડૂતોના સાત-બાર, 8-અના ઉતારામાં રહેલી ખામીઓ, ખેડૂત ખાતેદારોના પ્રોપર્ટી કાર્ડની એન્ટ્રી, જમીન માપણીના કામમાં થતો વિલંબ દૂર કરવા સહિતની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી. જે હેઠળ પ્રભારી મંત્રીએ વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
Site Admin | જુલાઇ 20, 2024 7:30 પી એમ(PM)
ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
