ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવાથી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 ક્ષતિગ્રસ્ત થયો હતો, હવે વરસાદ બંધ થતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું મેટલ પેચવર્ક પુર્ણ થઈ ગયું છે અને ડામર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચિંચલી-બાબુલઘાટનો કુલ ૩૧ કિલોમીટરનો રોડ તાત્કાલિક અસરથી પૂર્વવત કરવા માટે તાકીદનાં ધોરણે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓની પણ ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 7:18 પી એમ(PM)