ડાંગ જિલ્લામાં યુવા મતદાર મહોત્સવની ઉજવણી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન વેગંવતો બની રહ્યું છે. લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ, નૈતિક મતદાન વિશે શાળાના બાળકો જાણે અને સમજે તે વિષય પર તેમને માર્ગદર્શન અપાયું હતું. વિવિધ શાળાઓના બાળકો પોતાના પરિવારોને તેમજ ગ્રામજનોને પણ મતદાન વિશે જાગૃત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અંતર્ગત દર વર્ષે યુવા મતદાર મહોત્સવનું આયોજન કરાય છે.
Site Admin | નવેમ્બર 22, 2024 2:51 પી એમ(PM) | ડાંગ