ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો. શ્રીમતી થોરાટે ધોરણ 1 અને 2 ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લાકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્યકક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું.
Site Admin | ઓગસ્ટ 7, 2024 7:49 પી એમ(PM)