રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નડગચોંડ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા સરકારના જુદાં જુદાં કુલ ૧૩ વિભાગની કુલ પચાસથી વધુ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલે જિલ્લાના ખેડુતો જેઓને વિજ કનેક્શન માટે થાંભલો કે તાર ખેતર સુધી લઇ જવા વિનામુલ્યે વીજ વિભાગ દ્વારા સેવાઓ અપાશે તેમ જણાવ્યું હતુ.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંજણવા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. તેમાં સ્થળ પર રાશનકાર્ડને લગતી અરજી, હેલ્થ વેલનેસ કાર્ડ, આધારકાર્ડને લગતી અરજીઓ, કૃષિ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓની કામગીરી પણ કરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 5, 2024 3:47 પી એમ(PM)