ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં મુશળધાર વરસાદ.બપોર બાદ થી વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંબેલા ધાર વરસાદને કારણે રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયોહતો જ્યારે બે કલાક દરમિયાન 91 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે આજે બપોર બાદ પૂર્વ કચ્છના રાપર, ભચાઉ વિસ્તારમાં વરસાદ વરસતા જળબંબાકારનીસ્થિતિ સર્જાઇ ગઇ છે..
આ ઉપરાંત અમરેલી, મહિસાગરમાં પણ વરસાદને કારણે પાણી ભરાયાંહતાં..જ્યારે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આકડાં અનુસાર રાજ્યમાં લગભગ 73 ટકા વરસાદ વરસ્યો હતો..જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં લગભગ 90 ટકા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 55 ટકા વરસાદ વરસ્યો છે..
સરદાર સરોવર ડેમમાં 87 ટકા કરતાવધુ જળસંગ્રહ છે, જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 63 ટકા જેટલુ પાણી સંગ્રહાયેલુ છે.. જ્યારે 64 જળાશયો હાઇએલર્ટ પર છે..જ્યારે હવામાન વિભાગે આવતીકાલે માટે કોઇ ચેતવણી જાહેર કરી નથી, પરંતુ 22 ઓગષ્ટ બુધવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:23 પી એમ(PM) | વરસાદ