ગિરિમથક સાપુતારા ખાતે આજથી મેઘ મલ્હાર મહોત્સવનો પ્રારંભ થયો. સાપુતારા ખાતે એક મહિના સુધી ચાલનાર આ મહોત્સવને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મૂક્યો હતો. મહોત્સવના પહેલા દિવસે આજે વિવિધ વેશભૂષા અને સંગીતના સૂર તાલે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની હાજરી વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી. ત્યારબાદ સરસ મેળાનું પણ મંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ, ગુજરાત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમજ ડાંગના કલેક્ટર સહિત અનેક અધિકારીઓ પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જુલાઇ 29, 2024 8:02 પી એમ(PM) | Megh Malhar | સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪