ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં શિવારીમાળ ગામ ખાતે વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન યોજાઇ ગયું. જેમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો હાજર રહ્યા હતા.ભગવાન શ્રીરામના પગલા જ્યાં પડ્યા છે તેવી માતા શબરીની પાવન ભૂમિ દંડકારણ્ય એટલે કે ડાંગમાં દર વર્ષે સંત સંમેલનનું આયોજન કરવામાં આવે છે. આ સંમેલન પૂર્વે બે દિવસ સુધી યોજાયેલા હરિનામ કીર્તન અને ભજનમાં જિલ્લાની 51 થી વધુ ભજનમંડળીઓએ ભાગ લીધો હતો
Site Admin | જાન્યુઆરી 2, 2025 6:59 પી એમ(PM)