ડાંગમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ યોજાયો. જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતોએ ભાગ લીધો.
આ મહોત્સવમાં વઘઇ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો, તેમજ દરેક તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ ટકાઉ ખેતી પધ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર પોતાના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સાથે જ ખેડૂતોએ પણ તેઓને મુંઝવતા પ્રશ્નોનું આદાન-પ્રદાન કરી જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો પાસેથી મેળવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:20 પી એમ(PM) | ડાંગ