ડાંગમાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક દિવસ સુબીરની નવજ્યોત હાઇસ્કૂલ ખાતે યોજાશે. જે અંગે જિલ્લા કલેકટર બી. બી. ચૌધરીએ સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમની વ્યવસ્થાઓ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
પાટણ જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાટણ અને સરસ્વતી તાલુકા વચ્ચે આવેલા પ્રાચીન જાળેશ્વર મહાદેવ મંદિર, પાલડી ખાતે યોજાશે.
પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં પૂર્વતૈયારીની બેઠક યોજાઈ હતી, જેમા સંલગ્ન અધિકારીઓને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી.
મહીસાગર જિલ્લા કક્ષાની ઉજવણી સંતરામપુર તાલુકા મથકે કરાશે. ગઈ કાલે લુણાવાડા કલેકટર કચેરીમાં કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સંતરામપુરનાં આઝાદ મેદાન ખાતે યોજાનારા ધ્વજવંદન સમારોહમાં વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રો વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 3:19 પી એમ(PM) | પ્રજાસત્તાક દિવસ