ડાંગના સુબીર તાલુકાના ઝરણમા યોજાયેલા ‘સેવા સેતુ’ના કાર્યક્રમમાં ૩ હજાર ૮૭૯ અરજીઓનો નિકાલ કરાયો હતો.. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે મલી રહે તેવા આશય સાથે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે.. ડાંગ જિલ્લામા પણ સેવા સેતુના દસમ તબક્કાના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પ્રાંરભ કરવામા આવ્યો છે.
સુબીર તાલુકાના ઝરણમાં ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની, ૫૫થી વધુ યોજનાઓનો ઘર આંગણે જ લાભ પુરો પાડવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુબીર વિસ્તાર નજીકના કુલ ૧૯ ગામના ગ્રામજનોએ ભાગ લીધો હતો.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:27 પી એમ(PM)