ડાંગના દેવીનામાળ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ દરમિયાન અમદાવાદના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. નેચર એજ્યુકેશન કેમ્પની પાંચમી બેચમાં સરકારી પોલીટેકનીક કોલેજ અમદાવાદના ૫૦ લોકો દેવીનામાળ કેમ્પ સાઇટ ઉપર પ્રશિક્ષણમાં ભાગ લેવા માટે ગયા હતા. જેમાં શિબિરાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે કોઇને જાણ કર્યા વગર જંગલ વિસ્તારની ખાપરી નદીમાં નહાવા ગયા હતા. દરમ્યાન શિવમ શાહ નામનો વિદ્યાર્થી પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં વન કર્મીઓ દ્વારા વિધ્યાર્થીનું રેસ્ક્યૂ કરી તાત્કાલિક સારવાર માટે આહવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 6:12 પી એમ(PM) | ડાંગ
ડાંગના દેવીનામાળ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ દરમિયાન અમદાવાદના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું
