ડાંગનાં આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને ડાંગ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ મળી રહેતા અહીનાં આદિવાસી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.
ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે અને આહવા, વઘઇ તથા સાપુતારાના બજારમાં વેચી રહ્યા છે. બાગાયત ખાતા દ્વારા 50 થી વધુ ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 8:17 એ એમ (AM) | ડાંગ
ડાંગનાં આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.
