સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, ટ્રેનોમાં સામાન્ય વર્ગનાં ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના નથી. એક લેખિત જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન LHB કોચ ધરાવતી મેઇલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 600થી વધુ જનરલ ક્લાસના ડબ્બા જોડવામાં આવ્યા છે. પ્રવાસીઓની માંગણીને ધ્યાનમાં રાખતા ભારતીય રેલવેએ સામાન્ય વર્ગ અને સ્લિપર વર્ગ સહિતનાં 10 હજાર નોન-એસી કોચનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:56 પી એમ(PM) | રેલવે