ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે, નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. જોકે, 31 ઓક્ટોબર સુધી કરવામાં આવેલાં તમામ બુકિંગ યથાવત રહેશે. મંત્રાલયે જણાવ્યું છે કે, વિદેશી પર્યટકો માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:09 પી એમ(PM) | ટ્રેન