ગઈકાલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબી ટેલિફોન વાતચીત બાદ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા માટે સંમત થયા છે. વ્હાઇટ હાઉસ અને ક્રેમલિન બંનેએ આ વાતની પુષ્ટિ કરી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે ખૂબ જ વિવિધ પાંસાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધને સમાપ્ત કરવાના સંભવિત તમામ માર્ગ શોધીને યુદ્ધવિરામ પ્રસ્તાવ પર સહી કરવા માટે રશિયન નેતાને મનાવવાના પ્રયાસ કરી રહ્યું છે.બીજી તરફ, ક્રેમલિને જણાવ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ સંપૂર્ણ યુદ્ધવિરામનો વિરોધ કરે છે અને ઉમેર્યું હતું કે કોલ દરમિયાન આ મુદ્દા પર ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તેમના રશિયન સમકક્ષ સાથેના ફોનના થોડા કલાકો બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું છે કે રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા કે યુદ્ધવિરામ માટે તૈયાર નથી.
Site Admin | માર્ચ 19, 2025 8:57 એ એમ (AM)
ટ્રમ્પ સાથે વાતચીત બાદ રશિયન પ્રમુખ પુતિન યુક્રેનમાં ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા સંમત થયા.
