ટ્રમ્પ સરકારની બીજી મુદતમાં પ્રાથમિકતાઓનો સંકેત આપતા, વિદેશમંત્રી માર્કો રુબિયોએ ગઇકાલે તેમની પ્રથમ બેઠક ક્વાડ દેશોનાં વિદેશમંત્રીઓ સાથે યોજી હતી, જેમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, જાપાનના તાકેશી ઇવાયા અને ઓસ્ટ્રેલિયાના પેની વોંગનો સમાવેશ થાય છે. ક્વાડ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા વચ્ચેની રાજદ્વારી ભાગીદારી છે, જે સ્થિર અને સમૃધ્ધ ભારત-પ્રશાંત વિસ્તારને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે.
શ્રી રૂબિયોએ પોતાનાં કાર્યકાળનાં પ્રથમ દિવસે જ ક્વાડ સમૂહના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરીને અમેરિકન વિદેશમંત્રી તરીકે પોતાનું કામ શરૂ કર્યું. ટ્રમ્પના મંત્રીમંડળે પસંદ કરેલા રુબિયો અમેરિકન સેનેટ દ્વારા પુષ્ટિ પામનારા પ્રથમ મંત્રી છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 10:43 એ એમ (AM)
ટ્રમ્પ સરકારની બીજી મુદતમાં પ્રાથમિકતાઓનો સંકેત આપતા, વિદેશમંત્રી માર્કો રુબિયોએ ગઇકાલે તેમની પ્રથમ બેઠક ક્વાડ દેશોનાં વિદેશમંત્રીઓ સાથે યોજી હતી
