રશિયાની 17 વર્ષીય ટેનિસ ખેલાડી મીરા આંદ્રિવાએ ગત વર્ષની વિજેતાઇગા સ્વાઇતેકને પરાજય આપીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી સેમીફાઇનલમાં મીરાએ સ્વાઇતેકને 2-1 સેટથી પરાજય આપીને મોટો ઉલટફેર સર્જ્યો છે.
આવતીકાલે રમાનારી સ્પર્ધાની ફાઇનલમાં મીરા આંદ્રિવા અને ટોચનો ક્રમાંક ધરાવતી આર્યના સબાલેન્કા વચ્ચે મુકાબલો થશે. સબાલેન્કાએ બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મેડીસન કી સામે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ
કર્યો છે.