ગાંધીનગર ખાતે બે દિવસ ચાલેલા રાષ્ટ્રીય કક્ષાના ગુડ ગવર્નન્સ અંગેના સેમિનારના સમાપન સમારોહમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે ગુડ ગવર્નન્સ અને ટેકનોલોજીના સંયોગથી સમય મર્યાદામાં કામ થાય છે. તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી અને ટીમ વર્ક દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે પરિણામે ઈ ગવર્નન્સ પરિણામ લક્ષી બન્યું છે.
બે દિવસના આ સત્ર દરમ્યાન ઉચ્ચ આદિકારીઓ દ્વારા ગુડ ગવર્નન્સ અને ઈ-ગવર્નન્સ ઉપર ચર્ચા વિચારણાઓ કરવામાં આવી તેમજ ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોને ઉચ્ચ સુવિધાઓ મળી રહે તે અંગે દિશા નિર્દેશ કરવામાં આવ્યા.
સત્ર દરમ્યાન ભારત સરકારના અલગ અલગ મંત્રાલય તરફથી મેગા પ્રોજેક્ટસનું નિર્દશન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં 20થી વધુ રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓ હજાર રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 31, 2025 6:31 પી એમ(PM) | ટેકનોલોજી
ટેકનોલોજી અને ટીમ વર્ક દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે પરિણામે ઈ ગવર્નન્સ પરિણામ લક્ષી બન્યું છે
