શ્રીલંકાના દામ્બુલામાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત હાંસલ કરી છે.
મેચની શરૂઆતમાં યુએઈની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં, 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 66 રન, જ્યારે વિકેટકીપર રિચા ઘોષે 64 રન બનાવ્યા હતા.
ભારત દ્વારા 202 રનના લક્ષ્યાંકનો પીછો કરતા યુએઇની મહિલા ક્રિકેટ ટીમ 20 ઓવરમાં, 7 વિકેટના નુકસાને માત્ર 123 રન બનાવી શકી હતી. ભારતીય ટીમે શ્રેણીની બંને મેચોમાં જીત હાંસલ કરતા સ્કોર બોર્ડમાં 2 પોઇન્ટથી આગળ છે.