ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 8, 2024 7:43 પી એમ(PM)

printer

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે. શ્રી વૈષ્ણવનું નામ આ યાદીમાં “શેપર્સ” શ્રેણીમાં છે. મેગેઝિને જણાવ્યું હતું કે શ્રી વૈષ્ણવના નેતૃત્વમાં ભારત આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ટોચના પાંચ દેશોમાં સામેલ થવાની અપેક્ષા છે. વધુમાં જણાવ્યું હતું કે આધુનિક AI સિસ્ટમ્સમાં મહત્વપૂર્ણ ઘટકો માટે ઘણી ફેક્ટરીઓમાં બાંધકામનું કામ શરૂ થઈ ગયું છે. ટાઈમ મેગેઝિને એમ પણ કહ્યું છે કે ભારતીય શિક્ષણ પ્રણાલી એઆઈ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી કર્મચારીઓના વિકાસને વેગ આપી રહી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે ટાઈમ મેગેઝીનની યાદીમાં શ્રી વૈષ્ણવના નામનો સમાવેશ દર્શાવે છે કે તેઓ એઆઈના ક્ષેત્રમાં ભારતને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ