ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે આગામી 30મી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ડાક અદાલતનું આયોજન કર્યું છે. દરમિયાન વરિષ્ઠ અધિક્ષક દરેક ફરિયાદને વ્યક્તિગતરૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરાશે.
ફરિયાદીઓએ અમદાવાદની ટપાલ કચેરીની ટપાલ, મની ઑર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય ટપાલ કચેરીએ 26 સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. આ પછીની તારીખની ફરિયાદો ડાક અદાલતમાં ધ્યાને લેવામાં નહીં આવે એમ અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે અખબારી યાદીમાં જણાવ્યું છે.