ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે.
ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે ગઈકાલે રાજકોટમાં યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ટપાલ સેવાની સમીક્ષા બેઠકમાં આમ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે અદ્યતન ટેકનોલોજી અપનાવીને ટપાલ વિભાગ લોકોને ઘરે બેઠા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સથે જોડી રહ્યો છે.
આ પરિક્ષેત્રમાં હાલમાં કુલ 45 લાખથી વધુ બચત ખાતા, 3 લાખ 97 હજાર સુકન્યા સમૃદ્ધિ ખાતા અને 37,000 મહિલા સમ્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 11:29 એ એમ (AM) | ટપાલ વિભાગ