ટપાલ વિભાગે આજે અમદાવાદ જીપીઓ ખાતે તેના 1760મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે, પોસ્ટ વિભાગે દેશના સૌથી જૂના વિભાગોમાંનું એક છે, જે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
1 ઓક્ટોબર, 1854ના રોજ સ્થપાયેલો ભારતીય પોસ્ટ વિભાગ તેની 170 વર્ષની સફરમાં અનેક ઐતિહાસિક અને સામાજિક આર્થિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે.
આ અવસરે આયોજિત ડાક ચૌપાલમાં, લોકોને ટપાલ વિભાગની વિવિધ સેવાઓ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા