ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 4:18 પી એમ(PM)

printer

ટપાલ વિભાગના પેન્શનધારકોની ફરિયાદોનાં નિરાકરણ માટે અમદાવાદ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે

ટપાલ વિભાગના પેન્શનધારકોની ફરિયાદોનાં નિરાકરણ માટે 24 ડિસેમ્બરનાં રોજ સાંજે ચાર વાગે નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, અમદાવાદ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે, અને તેનો ઉકેલ લાવશે. 19 ડિસેમ્બર સુધીની ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે.
વધુમાં, ટપાલ વિભાગે પેન્શનધારકો ડિજિટલ જીવન પ્રમાણ રજૂ કરી શકે તે માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના સંકલનમાં લોકોના ઘર આંગણે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સર્વિસ શરૂ કરી છે.
દરમિયાન, ટપાલ વિભાગની ફરિયાદોનાં નિરાકરણ માટે અમદાવાદમાં જનરલ પોસ્ટ ઓફિસ ખાતે ચીફ પોસ્ટમાસ્ટરની ચેમ્બરમાં 27 ડિસેમ્બરનાં રોજ ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ